કવાંટ પોલીસ દ્વારા મોટી ચીખલી ગામેથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ.ઇ. સી. કે.નિનામા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની શોધખોળ તપાસમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળેલ કે એક ઈસમ એક સુપર સ્પ્લેડર મોટરસાયકલને રાયસિંગપુરા ગામ બાજુથી મોટી ચીખલી તરફ આવનાર છે. તેવી બાતમી આધારે મોટી ચીખલી ગામે રોડ ઉપર પોલીસ સ્ટાફ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને ચારે બાજુએથી ઘેરીને પકડી પાડેલ એને તેનું નામ રહેઠાણ વિશે પૂછતાં રાહુલભાઈ કમલેશભાઈ રાઠવા, મૂળ રહે રાયસિંગપુરા, પટેલ ફળિયા, તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે, ઉનડા, તા.બોડેલી. જી છોટાઉદેપુર હોવાનું જણાવેલ … Continue reading કવાંટ પોલીસ દ્વારા મોટી ચીખલી ગામેથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો